રાજદેવ પરિવાર
ગરીબી અને નુકસાનને પહોંચી વળવા તેમણે પોતાની સંપત્તિને સમાજના કલ્યાણ માટે સમર્પિત કરી
સમર્પિત કરવાની સાચી શ્રદ્ધા સાથે નિઃસ્વાર્થ બનીને તમારું જીવન લોકોની સેવામાં કેવી રીતે અર્પણ કરવું તે રાજદેવ પરિવારના લોહીમાં વણાયેલું છે.

પરિવારના મોભી
એક સુવિખ્યાત બિઝનેસમેન અને પરોપકારી વ્યક્તિ કે જેણે પોતાની સંપત્તિ અવિરત દાન અને સમાજના લાભ માટે અર્પણ કરી
સમાજ કલ્યાણની પહેલ કરવા ઉપરાંત શ્રી રાકેશ રાજદેવ દુબઈમાં આવેલી ટ્રેડિંગ કંપનીઓના સ્થાપક પણ છે.
ટ્રેડિંગના વિષયમાં વ્યાપક નિષ્ણાંતોની ટીમની સાથે આ કંપની સોના/ચાંદીના ઉચ્ચ ગુણવત્તાવાળા બુલિયનના ટ્રેડિંગ માટે સિક્યોર અને સેફ સોલ્યુશન ઓફર કરે છે. કોઈ પણ વ્યક્તિ બુલિયનમાં વાસ્તવિક રીતે રોકાણ કરી શકે છે, જે ક્વાલિટીમાં બેસ્ટ અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પ્રમાણેના હોય છે.
APM Bullion: દુબઈમાં આવેલી ફિઝિકલ ગોલ્ડ એન્ડ સિલ્વર બુલિયન ટ્રેડિંગ કંપની



એવું શું છે જે અમને બધાથી અલગ તારવે છે
માણસાઈની ઝાંખીઓ
આજના સ્વાર્થી સામાજમાં અન્યોની સુખાકારી માટે પહેલ કરવાની મહાન ભાવના રાખવી એ આશ્ચર્યજનક રીતે રાજદેવ પરિવાર દ્વારા લેવાયેલ એક મોટું પગલું છે.
દ્વારકામાં થ્રી સ્ટાર હોટલના માલિક
શ્રી રાકેશ રાજદેવ દ્વારકામાં આવેલી થ્રી સ્ટાર હોટલ- રોમાં ક્રિસ્ટો હોટલના માલિક છે. સમાજના માત્ર ઉચ્ચ વર્ગો નામાંકિત હોટલોને ગેધરિંગ માટેનું હબ માને છે. પરંતુ અહી એવું નથી, આ હોટલના દરવાજા સમાજના બધા જ વર્ગો માટે દિવસ રાત ખુલ્લા છે.
અહીની સ્વાદિષ્ટ વાનગીઓ તમારા હ્રદયને લલચાવવા ભાવભર્યું આમંત્રણ આપે છે!
સમાજ કલ્યાણની સંસ્થા NGO – પાયાનો પત્થર
પિતા સ્વ. પ્રતાપરાયને શ્રદ્ધાંજલિ આપતા નવેમ્બર ૨૦૧૧ માં શ્રી રાકેશ રાજદેવે રાજકોટમાં સમાજ કલ્યાણ સંસ્થા – કાનુડા મિત્ર મંડળનો પાયો નાખ્યો હતો.
આ મહાન હેતુને કારણે આ NGOએ અઢળક જરૂરિયાતમંદ લોકો અને પરિવારોની મદદ કરી છે.
મિસ્ટર અને મિસીસ રાજદેવે અલગ અલગ વિસ્તારોમાં ખોરાકનો પુરવઠો અને શાળાએ જતાં બાળકોને શૈક્ષણિક દાન આપ્યું છે.
કોવિડ-૧૯ માં માનવતાવાદી ભાવના
રાજદેવ પરિવારે કોરોનાના વૈશ્વિક રોગચાળાના સમયમાં વિવિધ ગરીબો અને તેમના પરિવારોને નાણાકીય સહાય પ્રદાન કર્યા હતા. મજૂરો અને રોજમદારોને ભોજન, કરિયાણું અને સેનિટાઈઝિંગ સામગ્રી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત શરણાર્થીઓ (કોરોનામાં કોઈ જગ્યાએ ફસાઈ ગયેલા લોકો) ને તેમના વતન સુધી પહોંચાડ્યા હતા. વિવિધ હોસ્પિટલ્સ અને મેડિકલ કોમ્પલેક્સિસને બેડસ, સેનિટાઇઝર્સ, ટેસ્ટિંગ કીટસ જેવી મેડિકલ સહાય આપી હતી. આમ, રાજદેવ પરિવારની માનવતાવાદી ભાવનાથી લગભગ તમામ સામાજિક ક્ષેત્રોને લાભ મળ્યો હતો.